રાજ્યમાં વરસાદી માહોલ યથાવત્ છે. આજે સવારે ચાર વાગ્યા સુધીમાં કુલ 187 તાલુકામાં વરસાદ થયાના અહેવાલ છે. સત્તાવાર યાદી મુજબ, સૌથી વધુ સાડા ત્રણ ઈંચથી વધુ વરસાદ મહેસાણાના કડી તાલુકામાં નોંધાયો. જ્યારે અમદાવાદના વિરમગામ, ગાંધીનગરના કલોલ, નવસારીના ખેરગામ, સુરતના ઉમેરપાડા, અમદાવાદના દેત્રોજ-રામપુરા, વડોદરાના સાવલી અને નર્મદાના દેડિયાપાડા તાલુકામાં બેથી સવા ત્રણ ઈંચ વરસાદ નોંધાયો છે.દરમિયાન હવામાન વિભાગે આગામી સાત દિવસ રાજ્યમાં વરસાદની આગાહી કરી છે. આજે ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, દીવ, આણંદ, વડોદરા, છોટા-ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા અને નગરહવેલીમાં છુટાછવાયા સ્થળોએ ભારે વરસાદ થવાની સંભાવના છે.ઉપરાંત આગામી પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ હોવાનું હવામાન ખાતાના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માએ જણાવ્યું.
Site Admin | જૂન 30, 2025 8:56 એ એમ (AM)
રાજ્યના 187 તાલુકામાં વરસાદ, 16 જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી