ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ઓક્ટોબર 30, 2025 7:33 પી એમ(PM)

printer

રાજ્યના 158 તાલુકામાં આજે કમોસમી વરસાદ-સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આગામી ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી

આગામી 3 દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે સૌરાષ્ટ્રના પોરબંદર, ભાવનગર સહિતના દરિયાકાંઠાના જિલ્લા તેમજ દક્ષિણ ગુજરાતના સુરત, ડાંગ, વલસાડ સહિત તમામ જિલ્લામાં આજે ભારે વરસાદની શક્યતા છે. હવામાન વિભાગના નિયામક ડૉ. એ. કે. દાસે જણાવ્યું, 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ સંભાવના છે.
ભારે પવન ફુંકાવાની આગાહીને ધ્યાનમાં લઇને મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામક જામનગર દ્વારા જિલ્લાના બોટ માલિકોને તાત્કાલિક અસરથી બોટો પરત બોલાવી લઇ રીટર્ન એન્ટ્રી કરાવી લેવા સુચના અપાઈ છે.
રાજ્યમાં કારતકમાં અષાઢી માહોલ જામ્યો છે. આજે 158 તાલુકામાં કમોસમી વરસાદના અહેવાલ છે. ભાવનગરના મહુવામાં ત્રણ ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો. તળાજા, ભરૂચ જિલ્લાના હાંસોટ, ડાંગના સુબીર તેમજ ગાંધીનગરમાં બે ઇંચ કરતાં વધુ વરસાદ થયાના અહેવાલ છે. અમદાવાદમાં પણ આજે હળવો વરસાદ નોંધાયો. બીજી તરફ રાજ્યમાં કમોસમી વરસાદને પગલે અનેક જિલ્લાના પાકોને નુકસાન થયાના પણ અહેવાલ મળતા રાજ્ય સરકાર સરવે કરવાના પણ આદેશ આપ્યા છે. ત્યારે ગીર સોમનાથ જિલ્લામાં પણ પાક નુકસાનીનો સરવે હાથ ધરાશે.
દરમિયાન અરવલ્લી અને મહેસાણા સહિત જિલ્લામાં કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.