ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ઓક્ટોબર 14, 2025 7:17 પી એમ(PM)

printer

રાજ્યના હાથસાળ-હસ્તકળા ક્ષેત્રે સિદ્ધિ મેળવનારા 19 જેટલા કારીગરને રાજ્ય સરકાર દ્વારા પુરસ્કાર અપાશે

રાજ્યના હાથસાળ—હસ્તકળા ક્ષેત્રે સિદ્ધિ મેળવનારા 19 જેટલા કારીગરને રાજ્ય સરકાર દ્વારા પુરસ્કાર અપાશે. તાજેતરમાં મહેસાણામાં યોજાયેલી સૌપ્રથમ વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદ – VGRC-માં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઉત્તમ કામગીરી કરનારા આવા કારીગરોને પુરસ્કાર અપાયા હતા.
વર્ષ 2024માં હાથસાળ-હસ્તકળા ક્ષેત્રે સિદ્ધિ મેળવનારા કારીગરોને પુરસ્કાર અપાઈ રહ્યા છે. તાજેતરમાં મહેસાણામાં યોજાયેલી વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદમાં મુખ્યમંત્રીના હસ્તે ઉત્તમ કામગીરી બદલ બનાસકાંઠાનાં તુલસી રાઠોડને ભરતકામ શ્રેણીમાં પ્રથમ ક્રમનો પુરસ્કાર અપાયો. ઉત્તર ઝૉનમાં પ્રથમ ક્રમાંકે પાટણના પરેશકુમાર સાલવીને પટોળા રૂમાલ તથા મહિલા શ્રેણીમાં બનાસકાંઠાનાં લેરીબેન સુથારને પૅચવર્ક સાડી માટે પુરસ્કાર અપાયો. રાજ્યકક્ષાની પસંદગી સમિતિએ પસંદ કરેલા કારીગરો પૈકી કાપડ ક્ષેત્ર માટે ક્રમશ: પ્રથમ અને દ્વિતીય ક્રમે કચ્છના અબ્દુલબશીર ફકીરમામદ ખત્રીને ચંદ્રોકણી બાંધણી દુપટ્ટા તથા સંજોટ પ્રકાશભાઈ પૂંજાને દેશી ધાબડો માટે આગામી સમયમાં પુરસ્કાર અપાશે.