ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

મે 18, 2025 9:17 એ એમ (AM)

printer

રાજ્યના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આગામી છ દિવસ સુધી વરસાદની આગાહી

આગામી 6 દિવસોમાં ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આજથી 22 મે સુધી ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ અને મહિસાગરમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ અને ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા છે. દક્ષિણ અને મધ્ય ગુજરાતના વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ, દાદરા નગર હવેલીમાં જ્યારે સૌરાષ્ટ્રના જિલ્લાઓ જેમ કે રાજકોટ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં શુષ્ક હવામાન રહેવાની શક્યતા છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ