રાજ્યના સૌથી મોટા તરણેતરના મેળાનો આજથી પ્રારંભ થશે. સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના તરણેતર ગામમાં નવ સપ્ટેમ્બર સુધી યોજાનારા આ મેળાનો આરંભ ત્રિનેત્રેશ્વર મહાદેવના પૂજન સાથે થશે. આ પ્રસંગે પ્રવાસનમંત્રી મુળુભાઈ બેરા, પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયા ઉપસ્થિત રહેશે.
ઉપરાંત, લોકકલા અને કલાકારોને પ્રોત્સાહન આપવા માટે 24 વિવિધ પરંપરાગત સ્પર્ધાઓનું આયોજન કરાશે, જેમાં વેશભૂષા, છત્રિની સજાવટ, પરંપરાગત ભરતકામ, લોકગીત, લોકવાર્તા, ભજન, દૂહા-છંદ, ડાક-ડમરું ગાયન, વાંસળી, ભવાઈ, શહેરી અને ગ્રામીણ રાસ, હુડો રાસ, લોકનૃત્ય, શહેનાઈ અને સોલો ડાન્સ જેવી શ્રેણીઓનો સમાવેશ થાય છે.
Site Admin | સપ્ટેમ્બર 6, 2024 8:35 એ એમ (AM) | કુંવરજી બાવળીયા
રાજ્યના સૌથી મોટા તરણેતરના મેળાનો આજથી પ્રારંભ થશે.
