રાજ્યના સાત જિલ્લા માટે જીવાદોરી સમાન સુજલામ સુફલામ કેનાલમાં પાણી બંધ કરાશે. કડાણા ડેમમાં પાણીનો જથ્થો ઘટી જતાં સુજલામ સુફલામ કેનાલ બંધ કરાઈ છે. અમારાં મહિસાગરના પ્રતિનીધી કૌશિક જોશીના જણાવ્યા પ્રમાણે કડાણા ડેમની જળ સપાટી ઘટી જતાં સિંચાઇ વિભાગ દ્વારા નિર્ણય લેવાયો છે. જેથી અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, સાબરકાંઠા,મહેસાણા અને મહીસાગર જિલ્લાના ખેડૂતોને ઉનાળામાં પીવાના અને ખેતી માટેના પાણીની અછત સર્જાશે
Site Admin | માર્ચ 31, 2025 3:32 પી એમ(PM)
રાજ્યના સાત જિલ્લા માટે જીવાદોરી સમાન સુજલામ સુફલામ કેનાલમાં પાણી બંધ કરાશે