રાજ્યભરમાંથી સહકારી ક્ષેત્રના લોકોએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કરતા એક કરોડ 11 લાખ 75 હજાર ટપાલપત્ર લખ્યા છે. વસ્તુ અને સેવા કર – GST સુધારા, સહકારી માળખાના વિસ્તૃતિકરણ, પશુપાલકો અને ખેડૂતોના આર્થિક હિતનું રક્ષણ, સ્વદેશી અને આત્મનિર્ભર ભારત જેવા વિવિધ વિષય અંતર્ગત કૃતજ્ઞતા વ્યક્ત કરવા આ ટપાલપત્ર લખાયા હોવાનું સત્તાવાર યાદીમાં જણાવાયું છે.
ટપાલ વિભાગ દ્વારા દર વર્ષે સમગ્ર દેશ માટે અંદાજે દોઢ કરોડ જેટલા ટપાલપત્ર છાપવામાં આવે છે. તેમાંથી માત્ર ગુજરાતના સહકાર ક્ષેત્ર દ્વારા ટૂંકાગાળામાં એક કરોડ 11 લાખ 75 હજાર જેટલા ટપાલપત્ર લખાયા છે. વિવિધ વિષયવસ્તુ પર લખાયેલા આ ટપાલપત્ર અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટમાં આવેલા વલ્લભ સદન ખાતે આ 10 તારીખ સુધી પ્રદર્શન માટે રખાયા છે.
Site Admin | ઓક્ટોબર 8, 2025 7:19 પી એમ(PM)
રાજ્યના સહકારી ક્ષેત્રના લોકોએ પ્રધાનમંત્રીનો આભાર માનવા અત્યાર સુધીમાં એક કરોડથી વધુ ટપાલપત્ર લખ્યા