રાજ્યના શિક્ષણ વિભાગ અને પોરબંદર જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન દ્વારા રાજ્ય કક્ષાનો કલા ઉત્સવ યોજાયો. ‘ગરવી ગુજરાત’ વિષય આધારિત આ કલા ઉત્સવમાં વલસાડ અને અંકલેશ્વરની વિદ્યાર્થિનીએ બે અલગ -અલગ સ્પર્ધામાં રાજ્યમાં પ્રથમ ક્રમ મેળવ્યો છે.
નવમા ધોરણમાં અભ્યાસ કરતી વલસાડની વિદ્યાર્થિની માર્ગી વેકરિયાએ ચિત્રકલામાં જ્યારે 12માં ધોરણમાં અભ્યાસ કરતી વલસાડની વિદ્યાર્થિની સાનિયા પઠાણે બાળ કવિ સ્પર્ધામાં પ્રથમ ક્રમ મેળવ્યો છે. વિજેતાને રોકડ પુરસ્કાર, પ્રમાણપત્ર અને શિલ્ડ એનાયત કરવામાં આવ્યા હતા.
Site Admin | ફેબ્રુવારી 15, 2025 7:00 પી એમ(PM)
રાજ્યના શિક્ષણ વિભાગ અને પોરબંદર જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન દ્વારા રાજ્ય કક્ષાનો કલા ઉત્સવ યોજાયો