આ સિવાય રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં અન્ય મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવી. પ્રવક્તા મંત્રી જિતુ વાઘાણીએ કહ્યું, મુખ્યમંત્રીએ રાજ્યના વિવિધ વિભાગ અને તમામ કચેરીઓમાં મંજૂર મહેકમ અને ભરેલા મહેકમ અંગે તાત્કાલિક સમીક્ષા કરવા, તેમજ ભરતી કૅલેન્ડર પ્રમાણે સત્વરે ખાલી જગ્યાઓ ભરવા સૂચના આપી છે.
ઉપરાંત સરકારી કાર્યક્રમોના કારણે કોઈ સામાન્ય નાગરિક હેરાન ન થાય તે રીતે કામ કરવા તંત્રને અપીલ કરવામાં આવી હોવાનું શ્રી વાઘાણીએ ઉંમેર્યું.
Site Admin | નવેમ્બર 25, 2025 7:57 પી એમ(PM)
રાજ્યના વિવિધ વિભાગમાં ખાલી રહેલી જગ્યાઓ પર ઝડપથી ભરતી કરવા મુખ્યમંત્રીની સૂચના