રાજ્યના વિવિધ જિલ્લામાં આગામી 31 ડિસેમ્બરની ઉજવણીને લઈ પોલીસ સઘન તપાસ કરી રહી છે. ગાંધીનગરમાં પોલીસ દ્વારા રૅન્જ વિસ્તારમાં પેટ્રોલીંગ એટલે કે, પહેરો અને સઘન તપાસ વધારી છે. ગેરકાયદે પ્રવૃત્તિ કરનારા લોકો પર કેસ કરવામાં આવી રહ્યા છે. આ સાથે જ ચાર જિલ્લામાં 31 ડિસેમ્બરની ઉજવણીના આયોજન સ્થળની માહિતી લેવામાં આવી. આ ઉપરાંત ફાર્મ હાઉસ સહિત અનેક જગ્યા પર થનારી ઉજવણી દરમિયાન પોલીસ ખાનગી પહેરવેશમાં જોવા મળશે, તેમજ રેન્જ IG વિરેન્દ્ર સિંહ યાદવે જણાવ્યું.
બીજી તરફ, તાપી જિલ્લા પોલીસે નવાપુર, ઉચ્છલ, નિઝર સરહદ સહિતના વિસ્તારમાં તપાસ વધારી છે. ગુજરાત અને મહારાષ્ટ્ર સરહદ પરથી પસાર થતા તમામ વાહનની તપાસ કરવામાં આવી રહી છે.
Site Admin | ડિસેમ્બર 29, 2025 3:20 પી એમ(PM)
રાજ્યના વિવિધ જિલ્લામાં આગામી 31 ડિસેમ્બરની ઉજવણીને લઈ પોલીસ સઘન તપાસ…