ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ઓગસ્ટ 31, 2025 2:56 પી એમ(PM)

printer

રાજ્યના વિવિધ જિલ્લામાં રાષ્ટ્રીય રમતગમત દિવસની ઉજવણી

રાજ્યના વિવિધ જિલ્લામાં રાષ્ટ્રીય રમતગમત દિવસની ઉજવણી થઈ રહી છે. ગીરસોમનાથના સૂત્રાપાડા અને ગીરગઢડા તાલુકામાં આજે સાઈકલ યાત્રા યોજાઈ. દરમિયાન અધિકારીઓ અને નાગરિકોએ લોકોને તંદુરસ્તી જાળવણીનો સંદેશ આપ્યો.
સુરેન્દ્રનગરમાં ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્યદંડક જગદીશ મકવાણાની ઉપસ્થિતિમાં જવાહર પોલીસ પરેડ મેદાન ખાતે સાઈકલ યાત્રા અને રાષ્ટ્રીયકક્ષાના વિજેતા ખેલાડીઓનો સન્માન સમારોહ યોજાયો.
જામનગરમાં જિલ્લા વહીવટી તંત્ર અને મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે સાઈકલયાત્રા યોજાઈ, જેમાં મોટી સંખ્યામાં સાયકલસવાર જોડાયા. તેમણે શહેરના મુખ્યમાર્ગ પર ફરી લોકોને ફિટ ઇન્ડિયા અભિયાનમાં જોડાવવા અપીલ કરી.
સુરતમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી. આર. પાટિલે સાઈકલયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું.
છોટાઉદેપુરમાં સન્ડે ઑન સાઈકલ યાત્રા યોજાઈ. દરમિયાન મહાનુભાવોએ ફિટ ઇન્ડિયા અંગે પ્રતિજ્ઞા લીધી.
દેવભૂમિદ્વારકાના ખંભાળિયામાં જિલ્લા સેવા સદનથી જિલ્લા રમતગમત સંકુલ હરીપર સુધી સાઈકલ યાત્રા યોજાઈ.
મહેસાણામાં પોલીસ પરેડ મેદાન ખાતે યોજાયેલી સાઈકલ યાત્રામાં સાંસદ હરિ પટેલ સહિતના મહાનુભાવ જોડાયા હતા.
રાજકોટમાં યોજાયેલી સાઈકલ યાત્રામાં જોડાયેલા મહાનુભાવોએ લોકોને ફિટ ઇન્ડિયા અને મેદસ્વિતામુક્ત ગુજરાત અભિયાનમાં જોડાવવા અપીલ કરી.
ભાવનગરમાં ત્રણ દિવસ યોજાયેલા રમતોત્સવમાં વૉલિબૉલ અને બૅડમિન્ટન જેવી સ્પર્ધા યોજાઈ.