રાજ્યના વિવિધ જિલ્લામાં ગેરકાયદેસર રહેતા 400 થી વધુ લોકોની અટકાયત કરવામાં આવી છે. વલસાડ જિલ્લા પોલીસે 383 શંકાસ્પદ લોકોની પૂછપરછ હાથ ધરી છે. વલસાડના અમારા પ્રતિનિધિ નવીન પટેલ જણાવે છે કે, જિલ્લા પોલીસે વિવિધ વિસ્તારોમાં કોમ્બિંગ અને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં શંકાસ્પદ વ્યક્તિઓને રાઉન્ડઅપ કરાયા હતા.
દરમિયાન, ભરૂચ પોલીસે ગેરકાયદેસર વસવાટ કરતા 29 બાંગ્લાદેશી નાગરિકોની અટકાયત કરી છે. પોલીસે 150 જેટલા અન્ય શંકાસ્પદ નાગરિકોને પૂછપરછ કરી હતી. પોરબંદર જિલ્લા પણ વિદેશી નાગરિકોની શોધખોળ માટે સર્ચ ઓપરેશન શરૂ કરાયું છે. પોલીસે 7 ટીમો બનાવી શહેરના સુભાષનગર વિસ્તારમાં વેરીફીકેશનની કામગીરી શરૂ કરવામાં આવી છે.
Site Admin | એપ્રિલ 27, 2025 7:03 પી એમ(PM)
રાજ્યના વિવિધ જિલ્લામાં ગેરકાયદેસર રહેતા 400થી વધુ લોકોની અટકાયત કરાઈ
