જાન્યુઆરી 11, 2026 6:57 પી એમ(PM)

printer

રાજ્યના વિવિધ જિલ્લાઓમાં આજે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની ઉજવણી કરવામાં આવી

રાજ્યના વિવિધ જિલ્લાઓમાં આજે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની ઉજવણી કરવામાં આવી. જેમાં દેશ વિદેશના પતંગબાજોએ ભાગ લીધો.
દ્વારકાના બ્લૂ ફ્લેગ શિવરાજપુર બીચ પર આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની ઉજવણી કરાઈ રાજ્ય સરકારના પ્રવાસન વિભાગ તેમજ જિલ્લા વહીવટી તંત્ર દેવભૂમિ દ્વારકાના સંયુક્ત ઉપક્રમે પતંગ મહોત્સવ યોજાયો.
સ્ટેચ્યુ ઓફ યુનિટી, એકતાનગર ખાતે નર્મદા ડેમ વ્યૂ પોઈન્ટ–૧ પર જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલના અધ્યક્ષસ્થાને “આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-૨૦૨૬” યોજાયો હતો. મહોત્સવમાં દેશ-વિદેશના પતંગબાજો જોડાયા
મહેસાણાના વડનગરમાં સ્પોર્ટ્સ સંકુલ ખાતે આજે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો પ્રારંભ પ્રભારી મંત્રી પ્રવીણ માળીના હસ્તે કરાયો હતો યોજાયો. જેમાં 10 દેશો ના 100 પતગબાજો એ ભાગ લીધો હતો.
પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં અમદાવાદ ખાતે યોજાનાર આ વર્ષના આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં ૫૦ દેશોના ૧૩૫ પતંગબાજોની સાથે દેશના ૧૩ રાજ્યોમાંથી ૬૫ અને રાજ્યના ૧૬ જિલ્લામાંથી ૮૭૧ પતંગબાજો ભાગ લેશે. આ ઉપરાંત 13 મી જાન્યુયારીએ રાત્રિ પતંગ ઉડાન કરવામાં આવશે. અમદાવાદની વારસાગત સ્થાપત્ય પરંપરાને દર્શાવતી હેરિટેજ હવેલી અને પૌરાણિક પોળ, રંગબેરંગી હસ્તકલા બજાર, હેરિટેજ વોક-વે પર રચાયેલ પતંગ મ્યુઝિયમ, આકર્ષક આઈકોનિક ફોટો વોલ ઇન્સ્ટોલેશન્સની સાથોસાથ સાંજે ૭ વાગ્યાથી વિશેષ સાંસ્કૃતિક કાર્યક્રમો નગરજનોને આકર્ષિત કરશે. જેમાં સુપ્રસિદ્ધ લોક ગાયિકા કિંજલ દવે પ્રસ્તુતિ કરશે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.