રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ક્ષતિગ્રસ્ત માર્ગ અને બ્રિજનું કામ હાલમાં ચાલી રહ્યું છે. ત્યારે ગીર સોમનાથના કલેક્ટરે આજે વિવિધ બ્રિજની મુલાકાત લઈ સમીક્ષા કરી. તેમણે પેઢાવાડા, સિમાસી સહિતના બ્રિજનું નિરીક્ષણ કરી સમારકામ અંગે સૂચના આપી.
ડાંગ જિલ્લામાં કાંગર્યામાળ—જારસોળ—પંપા સરોવર માર્ગનું સમારકામ હાથ ધરાયું છે. આ માર્ગ પ્રસિદ્ધ ધાર્મિક અને પ્રવાસન સ્થળ શબરીધામ અને પમ્પા સરોવર સાથે જોડાણ ધરાવે છે. પ્રવાસીઓ અને રાહદારીઓની વ્યવસ્થા તથા સલામતીને ધ્યાને લઈ સમારકામ શરૂ કરાયું છે.
ઉપરાંત ડાંગના ધારાસભ્ય વિજય પટેલ અને તેમની ટીમે વિશ્રામ ગૃહ સહિત સર્પગંગા તળાવ પર ચાલવા માટેના માર્ગ, બગીચા વિસ્તારનું નિરીક્ષણ કર્યું.
Site Admin | જુલાઇ 21, 2025 2:28 પી એમ(PM)
રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ક્ષતિગ્રસ્ત માર્ગ અને બ્રિજનું કામ હાલમાં ચાલી રહ્યું છે