રાજ્યના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારમાં આજે હળવો વરસાદ પડ્યો. ભરશિયાળે દેવભૂમિ દ્વારકા જિલ્લાના વાતાવરણમાં પલટો આવતા ખંભાળિયા તેમજ કલ્યાણપુર પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં ધીમીધારે વરસાદ થયો.
અચાનક પડેલા વરસાદથી દ્વારકાના માર્ગો પર પાણી ભરાયા. કચ્છ જિલ્લાના ભચાઉમાં પણ આજે હળવો વરસાદ વરસ્યો. બીજી તરફ બનાસકાંઠા અને વાવ થરાદ જિલ્લામાં પણ આજે વરસાદી માહોલ સર્જાયો. વાવ થરાદ જિલ્લામાં સુઈગામ પંથકમાં છૂટોછવાયો વરસાદ વરસ્યો. કમોસમી વરસાદને પગલે પોતાના પાકને લઈ ખેડૂતોની ચિંતા વધી છે.
Site Admin | ડિસેમ્બર 31, 2025 7:25 પી એમ(PM)
રાજ્યના વાતાવરણમાં પલટો-સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારમાં આજે હળવો વરસાદ.