માર્ચ 6, 2025 7:18 પી એમ(PM)

printer

રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી મુળુ બેરાએ અમદાવાદના પ્રહલાદનગર ખાતે કોમ્યુનિટી અર્બન ફોરેસ્ટનું લોકાર્પણ કર્યું.

રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી મુળુ બેરાએ અમદાવાદના પ્રહલાદનગર ખાતે કોમ્યુનિટી અર્બન ફોરેસ્ટનું લોકાર્પણ કર્યું. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા જાહેર ખાનગી ભાગીદારીમાં 2 હજાર સ્થાનિક વનસ્પતિની પ્રજાતિઓ સાથે 3 હજાર 200 વાર જગ્યામાં આ અર્બન ફોરેસ્ટ તૈયાર કરાયું છે.
આ ઉપરાંત સ્પાઇડર લીલી, મોગરો, જાસૂદ, ગ્રીન-ટી, ચીકુ, જાંબુ, જામફળ, કલ્પવૃક્ષ જેવા છોડ પણ રોપવામાં આવ્યા છે તથા પક્ષીઓ માટે સિંગાપુરી ચેરી પણ ઉગાડવામાં આવ્યા છે.