રાજ્યના વનવિભાગ દ્વારા “ગુજરાત રાજ્ય ગીધ સંરક્ષણ સમિતિ”ની રચના કરવામાં આવી છે.આ સમિતિના અધ્યક્ષ તરીકે મુખ્ય વન અને વન્ય જીવ સંરક્ષક, સહિત કુલ 11 સભ્યોની નિમણૂક કરવામાં આવી છે. આ સમિતિ દ્વારા ગીધના સંરક્ષણ માટે સમગ્ર રાજ્યમાં ગીધની વસ્તીનું નિયમિત નિરીક્ષણ કરવું, તેમના રક્ષણને સુનિશ્ચિત કરવા યોગ્ય પગલાં લેવા, રાજ્યમાં ગીધોની સલામતી ક્ષેત્રનું નેટવર્ક વધારવું, અને વસવાટોમાં વિક્ષેપ જેવા જોખમોનું નિરીક્ષણ કરવું તથા ગીધ સંવર્ધન કેન્દ્રો સ્થાપિત કરવા જેવી કામગીરી કરાશે. રાષ્ટ્રીય સ્તરે કેન્દ્રના પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય દ્વારા વર્ષ ૨૦૦૬માં ગીધ સંરક્ષણ માટે કાર્ય યોજના ઘડીને ઝડપી પગલાં લેવામાં આવ્યા છે. આ રાષ્ટ્રીય પ્રયાસોને ધ્યાનમાં રાખીને, રાજ્ય સરકારે “ગુજરાત રાજ્ય ગીધ સંરક્ષણ સમિતિ”ની રચના કરી છે.
Site Admin | ડિસેમ્બર 5, 2024 7:14 પી એમ(PM)
રાજ્યના વનવિભાગ દ્વારા “ગુજરાત રાજ્ય ગીધ સંરક્ષણ સમિતિ”ની રચના કરવામાં આવી છે
