ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

માર્ચ 25, 2025 7:20 પી એમ(PM)

printer

રાજ્યના રમતગમત મંત્રી હર્ષ સંઘવીએ આંતરરાષ્ટ્રીય  ટેનિસ સ્પર્ધા ITF M25નો અમદાવાદ ખાતે પ્રારંભ કરાવ્યો હતો

રાજ્યના રમતગમત મંત્રી હર્ષ સંઘવીએ આંતરરાષ્ટ્રીય  ટેનિસ સ્પર્ધા ITF M25નો અમદાવાદ ખાતે પ્રારંભ કરાવ્યો હતો.આ ટુર્નામેન્ટ અલ્તેવોલ એલેક્ષઝાન્ડર વાસ્કે ટેનિસ યુનિવર્સિટી ખાતે રમાશે. 30 માર્ચ સુધી ચાલનારી ટેનિસ ટુર્નામેન્ટમાં 12 જેટલા દેશોના આશરે 80 ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે.આ પ્રસંગે શ્રી સંઘવીએ જણાવ્યું હતું કે, રમતવીરોને તમામ પ્રકારનો સહયોગ અને શ્રેષ્ઠ તાલીમ આપવા માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે, આ વર્ષે 10થી વધારે રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓનું રાજ્યના વિવિધ શહેરોમાં આયોજન કરાયું છે. આ પ્રસંગે ટેનિસમાં ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરનાર ખેલાડી આર્યન શાહ અને સમર્થને મોમેન્ટો આપી સન્માનિત કરાયાં  હતા.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.