રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી હારીત શુક્લાની આગેવાનીમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ અંગે આજે માન્ય રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઇ. જેમાં રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીએ ભાજપ, કોંગ્રેસ, આપ અને બહુજન સમાજ પાર્ટીના પ્રતિનિધિઓને SIR ની કાર્યપ્રગતિથી માહિતગાર કર્યા હતા.
આ બેઠકમાં શ્રી શુક્લાએ જણાવ્યું હતું કે હાલમાં 82.85 ટકાથી વધુ ગણતરી ફોર્મ્સનું ડિજીટાઇઝેશન પૂર્ણ થયું છે. રાજ્યભરના BLO ચૂંટણીપંચના સૈનિકોની જેમ કાર્ય કરી રહ્યાં છે. નાગરિકોની સવલત માટે માન્ય રાજકીય પક્ષોના 50 હજારથી વધુ BLA પણ આ કાર્યમાં જોડાયા છે. મહાનગરપાલિકા અને નગરપાલિકાઓમાં BLO ની મદદ માટે 30 હજારથી વધુ સ્વયંસેવકોની નિયુક્તિ કરાઇ છે. આગામી તબક્કાઓમાં BLO અને BLA ની ભૂમિકા મહત્વની હોવાથી રાજકીય પક્ષો વધુમાં વધુ BLA ની નિયુક્તિ કરે તેવો મુખ્ય ચૂંટણી અધિકારીએ અનુરોધ કર્યો હતો.
Site Admin | ડિસેમ્બર 3, 2025 7:15 પી એમ(PM)
રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી હારીત શુક્લાની આગેવાનીમાં SIR અંગે માન્ય રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઇ