ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

નવેમ્બર 23, 2025 2:52 પી એમ(PM)

printer

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કચ્છની મુલાકાતે…

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કચ્છની મુલાકાતે છે. નવ રચિત ગાંધીધામ મહાનગરપાલિકાને આજે એક જ દિવસમાં એક સાથે 176 કરોડના 66 વિકાસ કામોની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભેટ આપી હતી.આ વિકાસ કાર્યોને કારણે નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બનેલા ગાંધીધામ શહેરમાં આકાર લેનાર મોડેલ ફાયર સ્ટેશન, સ્માર્ટ લાઇબ્રેરી, આઇકોનિક પ્રવેશદ્વાર, બગીચા, રોડ – રસ્તા, ગટર, પાણી, સ્ટ્રોમ વોટર, સહિતના વિકાસ કામો થકી શહેરને નવી ઓળખ મળશે.વિકાસ કાર્યોની ભેટ આપતા મુખ્યમંત્રીએ કહ્યું હતું કે રાજ્યના મહત્વના ઔદ્યોગિક કેન્દ્ર તથા કચ્છના ઇકોનોમિક કેપિટલ ગાંધીધામને વિકાસની નવી ઊંચાઈઓ સર કરાવવાની રાજ્ય સરકારની નેમ છે.

ગાંધીધામ નગરપાલિકામાં આસપાસના 11 ગામોનો સમાવેશ કરીને નવી મહાનગરપાલિકાની રચના કરવામાં આવી છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, પહેલા ગાંધીધામ નગરપાલિકાનું વાર્ષિક બજેટ 110 કરોડ રૂપિયા હતું. પરંતુ મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યા પછી તે છ ગણું એટલે 608 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે. એટલું જ નહીં, ગાંધીધામને શહેરી વિકાસની વિવિધ યોજનામાંથી પાછલા ત્રણ વર્ષમાં 255 કરોડ રૂપિયા ફાળવ્યા છે. મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે, પહેલા વિકાસની માત્ર વાતો થતી પરંતુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિકાસની રાજનીતિથી વિકાસને ધરાતલ પર ઉતાર્યો છે. કચ્છને ભૂકંપની આપદામાંથી બેઠું કરીને વિકાસની રાહે પૂરપાટ દોડતું કર્યું છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.