રાજ્યના મુંદરામાં ટેકનિકલ તાલીમ માટેની વિશ્વની સૌથી મોટી સંપૂર્ણ શાળા સ્થાપવામાં આવશે..રાજ્યના યુવાનોને રોજગારીની તકો પૂરી પાડવા માટે અદાણી ગ્રુપે હરિત ઊર્જા, ઉત્પાદન, હાઇટેક, પ્રોજેક્ટ એક્સેલન્સ અને ઔદ્યોગિક ડિઝાઇન સહિતના ઉદ્યોગોની જરૂરિયાતો પૂરી પાડવા કુશળ પ્રતિભાઓની હરોળ ઊભી કરવા માટે સિંગાપોરની આઇટીઇ એજ્યુકેશન સર્વિસિસ (ITEES) સાથે ભાગીદારી કરી છે. ઉદ્યોગ માટે સજ્જ કાર્યબળના આ પ્રતિભા પુલનું નિર્માણ કરવા માટે અદાણી પરિવાર આંતરરાષ્ટ્રીય કક્ષાની સ્કૂલ ઓફ એક્સેલન્સની સ્થાપના માટે રૂા. 2,000 કરોડની સખાવત કરશે, જે અદાણી ગ્લોબલ સ્કિલ્સ એકેડેમી તરીકે ઓળખાશે. આ દરેક શાળાઓ ભારતમાં ટેકનિકલ અને વ્યાવસાયિક શિક્ષણની પાર્શ્વભૂમિ ધરાવતા અને તેમના ઉદ્યોગ સાથે સંલગ્ન વિદ્યાર્થીઓ અને તેમની મહત્ત્વાકાંક્ષી ભૂમિકા માટે પસંદ કરશે. આ કાર્ય્કમર હેઠળવાર્ષિક 25,000થી વધુ તાલીમાર્થીઓને કુશળતાથી સજ્જ કરવાનું લક્ષ્ય છે. આ તાલીમાર્થીઓ આઇટીઈઈએસ અથવા પોલીટેકનિક્સ તરફથી વ્યાવસાયિક અને તકનીકી લાયકાત ધરાવતા નવા સ્નાતકો અને ડિપ્લોમાધારકો હશે અને શાળાઓમાં જ સઘન બૂટકેમ્પ અનુભવ માટે પસંદ કરવામાં આવશે.
Site Admin | ફેબ્રુવારી 13, 2025 3:19 પી એમ(PM) | મુંદરા
રાજ્યના મુંદરામાં ટેકનિકલ તાલીમ માટેની વિશ્વની સૌથી મોટી સંપૂર્ણ શાળા સ્થાપવામાં આવશે