રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગત સપ્તાહે યોજાયેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં તમામ પ્રભારી મંત્રીઓને પોતાના પ્રભારી જિલ્લામાં રાજ્યના માર્ગોની સ્થિતિ અંગે અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજીને સ્થળ સ્થિતિનો વિગતવાર અહેવાલ તૈયાર કરવા સૂચના આપી હતી. તમામ પ્રભારી મંત્રીઓને તેમના જિલ્લાઓમાં રોડની સ્થિતિની ઝીણવટભરી સમીક્ષા કરવા માટે સૂચના આપી હતી. તમામ પ્રભારી મંત્રીઓ દ્વારા તેમના પ્રભારી વિસ્તારમાં સ્થળ ચકાસણી અને સમીક્ષા બેઠકો પૂર્ણ કરવામાં આવી છે. તેનો વિગતવાર અહેવાલ આ સપ્તાહના અંત સુધીમાં સુપ્રત કરાશે.
Site Admin | નવેમ્બર 20, 2025 7:41 એ એમ (AM)
રાજ્યના માર્ગોની સ્થિતિ અંગેનો અહેવાલ આ સપ્તાહના અંત સુધીમાં પ્રભારી મંત્રીઓ મુખ્યમંત્રીને સુપ્રત કરશે