માર્ચ 16, 2025 7:16 પી એમ(PM) | લઘુત્તમ તાપમાન

printer

રાજ્યના મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં આગામી પાંચ દિવસ દરમિયાન કોઈ ફેરફાર નહીં થાય

રાજ્યના મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં આગામી પાંચ દિવસ દરમિયાન કોઈ ફેરફાર નહીં થાય તેમ હવામાન ખાતાની યાદીમાં જણાવાયું છે. દરમિયાન રાજ્યનું મહત્તમ તાપમાન 38 ડિગ્રી સેલ્સિયસે પહોંચ્યું છે. ગત 24 કલાકમાં સૌથી વધુ 38 ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, રાજકોટ અને અમરેલીમાં નોંધાયું છે.
જ્યારે ભાવનગર, સુરેન્દ્રનગર, જુનાગઢના કેશોદ, બનાસકાંઠાના ડીસા અને સુરતમાં મહત્તમ તાપમાન 37 ડિગ્રી સેલ્સિયસ રહ્યું છે. આ સિવાયના જિલ્લાઓમાં મહત્તમ તાપમાનનો પારો 30થી 36ની વચ્ચે નોંધાયાના અહેવાલ છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.