જુલાઇ 2, 2025 7:03 પી એમ(PM)

printer

રાજ્યના બેલીફ કર્મચારીઓનું ફિક્સ મુસાફરી ભથ્થું વધારીને પ્રતિ માસ 2 હજાર 500 રૂપિયા કરાયું

રાજ્યના ન્યાયતંત્રમાં ફરજ બજાવતાં બેલીફ કર્મચારીઓનું ફિક્સ મુસાફરી ભથ્થું-FTA વધારીને પ્રતિ માસ 2 હજાર 500 રૂપિયા કરાયું. રાજ્ય સરકારના આ કર્મયોગી હિતલક્ષી નિર્ણય અંતર્ગત બેલીફ કર્મચારીઓને હાલમાં આપવામાં આવતા માસિક 200 રૂપિયાના FTAમાં રાજ્ય સરકારના અન્ય સંવર્ગો મુજબ વધારો કરીને ખાસ ભથ્થુ મંજૂર કરાયું છે. ગુજરાત રાજ્ય જ્યુડીશીયલ બેલીફ મંડળે કરેલી રજૂઆતને રાજ્ય સરકારે હકારાત્મક પ્રતિસાદ આપી FTAમાં 1 જુલાઇ, 2025થી વધારો કર્યો છે. આ નિર્ણયને પગલે રાજ્ય સરકાર પર માસિક 34 લાખ 77 હજાર તથા વાર્ષિક 4 કરોડ 18 લાખ રૂપિયાનું વધારાનું કાયમી નાણાકીય ભારણ વધશે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.