મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદમાં ‘બિલ્ડર ઓફ ધ નેશન’ કોન્ક્લેવમાં ઉપસ્થિત રહ્યા હતા. એક ખાનગી ચેનલ, ક્રેડાઈ-અમદાવાદ અને ક્રેડાઈ-ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે ‘વિઝન ૨૦૪૭ – રિયલ એસ્ટેટનો અમૃતકાળ’ થીમ પર કોન્ક્લેવનું આયોજન કરવામાં આવ્યું હતું.મુખ્યમંત્રીએ જણાવ્યું કે, આધુનિક ટેકનોલોજી અને સોશિયલ મીડિયાનો પ્રભાવ આજે દરેક સેકટરમાં વધ્યો છે. રાજ્યના બિલ્ડર્સ પણ આધુનિક અને ગુણવત્તા યુક્ત ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ સાથે રિયલ એસ્ટેટ સેકટરને નવી ઊંચાઈએ લઈ જઈ રહ્યા છે.’બિલ્ડર ઓફ ધ નેશન’ કોન્ક્લેવમાં રિયલ એસ્ટેટ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ક્ષેત્રે વિવિધ કેટેગરીમાં સફળ બનેલા અને વિશિષ્ટ સિદ્ધિઓ હાંસલ કરનારા ડેવલપર્સ અને સંસ્થાઓને મુખ્યમંત્રીશ્રીના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા.
Site Admin | જુલાઇ 1, 2025 8:56 એ એમ (AM)
રાજ્યના બિલ્ડર્સ આધુનિક અને ગુણવત્તાયુક્ત ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ સાથે રિયલ એસ્ટેટ સેકટરને નવી ઊંચાઈએ લઈ જઈ રહ્યા હોવાનું જણાવતા મુખ્યમંત્રી