રાજયભરમાં દિવાળીની અંતિમ ખરીદીનો માહોલ ધીરે ધીરે જામ્યો છે. શહેરોમાં છેલ્લી ઘડીએ ખરીદીનો દોર જામતા લોકોની ભારે ભીડ ઉમટી છે. અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, જામનગર સહિત દરેક જગ્યાએ ખરીદીને કારણે બજારો વ્યસ્ત લાગી રહ્યા છે.
ફટાકડાની સાથે કપડાં, વાસણ, આભૂષણ અને ઘર વખરીની ખરીદી પણ અગાઉ કરતાં સારી જોવા મળી રહી છે. તો મીઠાઇ બજારોમાં પણ ભારે ભીડ જોવા મળી રહી છે. રંગોળીના રંગ તેમજ રંગબેરંગી દિવડાઓથી બજાર પણ આકર્ષક લાગે છે.
Site Admin | ઓક્ટોબર 19, 2025 7:13 પી એમ(PM)
રાજ્યના બજારોમાં દિવાળીનો માહોલ જામ્યો – ફટાકડા, કપડાં, રંગોળીની ખરીદી માટે મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા
