સપ્ટેમ્બર 8, 2024 7:30 પી એમ(PM)

printer

રાજ્યના પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા અને કૃષિ મંત્રી રાઘવજી પટેલ આજે તરણેતર મેળાની મુલાકાતે

સુરેન્દ્રનગરના થાનગઢમાં હાલ તરણેતરનો વિશ્વ પ્રસિદ્ધ મેળો ચાલી રહ્યો છે, ત્યારે રાજ્યના પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા અને કૃષિ મંત્રી રાઘવજી પટેલ આજે મેળાની મુલાકાતે હતા. અહીં તેમણે પશુ પ્રદર્શન હરીફાઈ નિહાળી હતી અને પશુપાલકોને પ્રોત્સાહિત કર્યા હતા.

મંત્રીએ પશુ પ્રદર્શન હરીફાઈમાં સૌથી પહેલા ગાય માતાનું શાસ્ત્રોકત વિધિથી પૂજન કર્યું હતું. ઉપસ્થિત પશુપાલકો સાથે વાત કરીને તેઓ પશુઓની સારસંભાળ કઈ રીતે કરે છે, તેની પણ માહિતી મેળવી હતી.

આ લોકમેળામાં ચાલુ વર્ષે ત્રણ દિવસીય પશુ પ્રદર્શન હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું છે. પશુપાલકોને પ્રોત્સાહન મળી રહે તે માટે ૩૭ લાખ ૯૧ હજારનાં ૨૨૧ ઈનામો વિવિધ કેટેગરીમાં આપવામાં આવી રહ્યા છે. આ પશુ પ્રદર્શનમાં ‘ચેમ્પિયન ઓફ ધ શો’ ને એક લાખ રૂપિયાનું ઈનામ આપવામાં આવ્યું.
મોરબીના પશુપાલક સાનિયાભાઇને તેમના પશુને ગીર સાંઢ ચેમ્પિયન ઓફ ધ શો જાહેર કરાયો છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.