રાજ્યના પોલીસ વડા ડૉ. કે.એલ.એન રાવે નવી પહેલ- “One Day-One District” શરૂ કરી છે. તે અંતર્ગત તેઓ દરરોજ એક જિલ્લાના પોલીસ અધિક્ષક અને પોલીસ મહાનિરીક્ષક-રેન્જ IG સાથે બેઠક યોજશે, જેમાં દરેક જિલ્લામાં અમલમાં મૂકાયેલી એક શ્રેષ્ઠ પ્રયાસો અંગે પણ ચર્ચા કરાશે. જિલ્લા સ્તરે પોલીસ વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા તથા સ્થાનિક સ્તરે જમીની હકીકતોને સીધી રીતે સમજવા માટે આ નવી પહેલ શરૂ કરાઈ છે.
ડાંગ–આહવા જિલ્લાના પોલીસ અધિક્ષક સાથે યોજાયેલી પ્રથમ બેઠકને અંતે વાહન તથા IT માળખા સંલગ્ન જરૂરિયાતોનું નિરાકરણ કરાયું. જિલ્લાની હકીકતોને આધારે નીતિગત નિર્ણય અને સંસાધનોનું આયોજન થાય તે આ પહેલનો મુખ્ય ઉદ્દેશ છે. આ પહેલથી રાજ્યમાં પોલીસ કાર્યક્ષમતા, અસરકારકતા અને જનસેવામાં વધુ સુધારો આવશે.
Site Admin | જાન્યુઆરી 8, 2026 7:14 પી એમ(PM)
રાજ્યના પોલીસ વડા દરરોજ એક જિલ્લાના પોલીસ વડા અને રેન્જ IG સાથે બેઠક યોજશે