રાજ્યના પોલીસ મથકોના ક્રમ હવે લોક-કેન્દ્રીત કામગીરી અને સુવિધાના આધારે થશે. પહેલા આ ક્રમ ગુનાઓના આંકડાના આધારે નક્કી થતો હતો. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ લેવાયેલા નિર્ણય અંગે રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયે કહ્યું, નવા ક્રમના માપદંડમાં લોકોને સીધો લાભ મળે તેવી બાબતોને મહત્વ અપાયું છે.
તે મુજબ, અરજીઓનું ઝડપી નિવારણ, “શી” ટુકડી દ્વારા વરિષ્ઠ નાગરિકો સાથેની મુલાકાત, પોલીસના ગેરવર્તણૂકની અરજી, “ત્રણ વાત તમારી, ત્રણ વાત અમારી” અને “તેરા તુજકો અર્પણ” જેવા સામૂદાયિક પોલીસિંગના કાર્યક્રમના અમલ જેવી બાબતોનો સમાવેશ થાય છે. આ ફેરફાર DG—IG પરિષદન 2024ના મુખ્ય મુદ્દાઓને ધ્યાનમાં રાખીને કરાયો હોવાનું શ્રી સહાયે ઉમેર્યું.
Site Admin | સપ્ટેમ્બર 15, 2025 7:17 પી એમ(PM)
રાજ્યના પોલીસ મથકોના ક્રમ હવે લોક-કેન્દ્રીત કામગીરી અને સુવિધાના આધારે થશે