રાજ્યના પોલીસ ભરતી બોર્ડે 950 ટેકનિકલ જગ્યાઓ માટે ભરતી બહાર પાડી છે. ઉમેદવારો 9 જાન્યુઆરીથી 29 જાન્યુઆરી સુધી ઓનલાઈન અરજી કરી શકશે. સત્તાવાર જાહેરાત મુજબ પોલીસ ભરતી બોર્ડે વાયરલેસ અને મોટર ટ્રાન્સપોર્ટ વિભાગ હેઠળ વર્ગ-૩ ટેકનિકલ જગ્યાઓ માટે પર ભરતી કરાશે, જેમાં વાયરલેસ વિભાગમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર-PSIની 172 અને ટેકનિકલ ઓપરેટરની 698 મળી 870 જગ્યાઓ છે. જ્યારે મોટર ટ્રાન્સપોર્ટ વિભાગમાં PSIની 35 અને હેડ કોન્સ્ટેબલ ડ્રાઈવર મિકેનિકની 45 મળી 80 જગ્યાઓ માટે ભરતી થશે.
આ જગ્યાઓ માટે ઇલેક્ટ્રોનિક્સ, કોમ્યુનિકેશન, આઈટી, કોમ્પ્યુટર સાયન્સ, ઓટોમોબાઈલ અને મિકેનિકલ જેવા ઈજનેરી અને ટેકનોલોજીના પ્રવાહોમાં પદવી કે ડિપ્લોમા ધરાવતા ઉમેદવારો અરજી કરી શકશે.
Site Admin | જાન્યુઆરી 7, 2026 2:07 પી એમ(PM)
રાજ્યના પોલીસ ભરતી બોર્ડે 950 ટેકનિકલ જગ્યાઓ માટે ભરતી બહાર પાડી.