ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

જુલાઇ 14, 2024 3:15 પી એમ(PM)

printer

રાજ્યના પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાળવિયાએ નવસારી જિલ્લામાં પાણી પુરવઠા, સિંચાઈ અને ડ્રેનેજ વિભાગના કામોની સમીક્ષા કરી હતી

રાજ્યના પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાળવિયાએ નવસારી જિલ્લામાં પાણી પુરવઠા, સિંચાઈ અને ડ્રેનેજ વિભાગના કામોની સમીક્ષા કરી હતી. શ્રી બાળવિયાના અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠક મળી હતી. જેમાં તેમણે પીવાના પાણીની જરૂરિયાત માટેના વિવિધ સ્ત્રોતોની જાણકારી મેળવી, તેમજ ચોમાસાની ઋતુને ધ્યાને રાખતા ક્લોરિનેશનની કામગીરી નિયમિત રીતે કરવાની સૂચના આપી હતી.
બેઠકમાં નવસારી સિંચાઇ વિભાગના કામોની સમીક્ષા કરતા તેમણે ગત વર્ષે થયેલા કામોની વિગત મેળવી, ચાલુ વર્ષે આયોજનમાં લીધેલા કામો, કેનાલ નેટવર્ક અંતર્ગત નહેર સુધારણા, લાઇનીંગની લંબાઇ અંગે માહિતી મેળવી. આ સાથે મંત્રીશ્રી એ પદાધિકારીઓ દ્વારા રજૂ થયેલા પ્રશ્નોનું ઝડપભેર નિવારણ કરવા માર્ગદર્શન આપ્યું હતું. બેઠકમાં ધારાસભ્ય ઉપરાંત સંબંધિત અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.