જૂન 30, 2025 3:33 પી એમ(PM)

printer

રાજ્યના નાના અને મધ્યમ વર્ગીય લોકોના હિતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહત્વપૂર્ણ નિર્ણય લીધો

રાજ્યના નાના અને મધ્યમ વર્ગીય લોકોના હિતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આ નિર્ણય મુજબ સોસાયટી, એસોસિએશન અને નોન ટ્રેડિંગ કોર્પોરેશન દ્વારા અલોટમેન્ટ લેટર – શેર સેર્ટિફિકેટથી કરાયેલી તબદીલી માટે ભરવા પાત્ર ડ્યુટીની 80 ટકા સુધીની રકમ માફ કરવામાં આવી છે. ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ 1958ની કલમ 9 (ક) અન્વયે ભરવા પાત્ર આવી રકમમાં છૂટછાટ અપાશે. આ સંદર્ભમાં હવે મૂળ ડયુટીના 20 ટકા તથા દંડની રકમ મળીને માત્ર લેવાપાત્ર ડયુટી જેટલી જ રકમ વસૂલ કરાશે. આ નિર્ણયથી હવે તબદીલીના કિસ્સાઓમાં લોકો ઉપર દંડની રકમનો કોઈ જ વધારાનો નાણાકીય બોજ પડશે નહીં.
ઉલ્લેખનીય છે કે આ નિર્ણય માત્ર સોસાયટી, એસોસિએશન અને નોન ટ્રેડિંગ કોર્પોરેશન્સ દ્વારા એલોટમેન્ટ લેટર અને શેર સર્ટિફિકેટથી કરાયેલી તબદીલીઓ માટે જ લાગુ પડશે.