નાણા-ઉર્જા મંત્રી તથા નવસારી જિલ્લા પ્રભારી મંત્રી કનુભાઈ દેસાઈએ ચીખલીના વાવાઝોડા વિસ્તારની સ્થળ મુલાકાત લીધી હતી. નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના વિવિધ વિસ્તારમાં વાવાઝોડાના કારણે અનેક ગામોમાં ઝાડ પડ્યા, ઘરો, ખેતી અને પશુઓને નુકસાન થતાં પરિસ્થિતિનો તાગ મેળવવા નાણા-ઉર્જા મંત્રી તથા નવસારી જિલ્લા પ્રભારી મંત્રીએ ચીખલીમાં વિવિધ વિસ્તારોની સ્થળ મુલાકાત લઈ વર્તમાન સ્થિતિ બાબતે ઉચ્ચ અધિકારીઓ સાથે જરૂરી ચર્ચા કરી હતી.ચીખલી વિસ્તારના તલાવચોરા અને ચીખલીના સરકારી અનાજના ગોડાઉનની પણ મુલાકાત લીધી હતી.મંત્રીએ વિવિધ વિભાગોની કામગીરી વિશે વિસ્તૃત માહિતી મેળવી અસરગ્રસ્ત વિસ્તારોમાં જનજીવન ઝડપથી પુનઃસ્થાપિત કરવા, નુકશાની અંગે ચોક્કસાઈ પૂર્વક સર્વે કરવા જરૂરી સૂચનો કર્યા હતા.
Site Admin | સપ્ટેમ્બર 29, 2025 10:14 એ એમ (AM)
રાજ્યના નાણા મંત્રી કનુ દેસાઇએ અસરગ્રસ્ત ચીખલી તાલુકાના ગામોની મુલાકાત લઇને જનજીવન ઝડપથી પુનઃસ્થાપિત કરવા અને નુકશાનીનો સર્વે કરવા તંત્રને તાકીદ કરી
