ઓગસ્ટ 5, 2025 9:45 એ એમ (AM)

printer

રાજ્યના નાગરિકો દ્વારા કરવામાં આવેલા ૧૦ હજાર જેટલા RTIના કેસોનો ત્વરિત ગતિએ નિકાલ કરાયો

ગત વર્ષે રાજ્યના નાગરિકો દ્વારા કરવામાં આવેલા ૧૦ હજાર જેટલા RTIના કેસોનો ખૂબ ઝડપથી નિકાલ કરવામાં આવ્યો છે. આમ, આયોગમાં હાલમાં કોઈ પેન્ડનસી કેસ નથી. તેમ મુખ્ય માહિતી કમિશનર ડૉ. સુભાષ સોનીએ જણાવ્યું હતું. ગાંધીનગર ખાતે ગુજરાત માહિતી આયોગ લઘુપુસ્તિકા અનાવરણ કાર્યક્રમ પ્રસંગે શ્રી સોનીએ જણાવ્યું હતું કે આયોગની વેબસાઈટના નવીનીકરણ થકી નાગરિકોની સુગમતા માટે આયોગના ૨૫૦ જેટલા અગત્યના ચૂકાદાઓ ઓનલાઈન મૂકવામાં આવ્યા છે. આ ઉપરાંત આયોગ દ્વારા ગત વર્ષે મુખ્યત્વે પાંચ પાના સુધીની માહિતી વિનામૂલ્યે આપવી, માહિતીનો ફોટો પાડવાની તેમજ ડિજિટલ સ્ટોરેજ ડિવાઇસમાં માહિતી આપવાની મંજૂરી આપવા જેવી વિવિધ ભલામણો કરવામાં આવી હતી, જેનો રાજ્ય સરકાર દ્વારા સ્વીકાર કરવામાં આવ્યો છે,આ કાર્યક્રમાં મુખ્ય માહિતી કમિશનર ડૉ. સોની અને પૂર્વ મુખ્ય માહિતી કમિશનર શ્રી અમૃત પટેલના હસ્તે માહિતી અધિકાર અધિનિયમ અંતર્ગત તૈયાર કરવામાં આવેલી ત્રણ લઘુપુસ્તિકાઓની સુધારેલી આવૃત્તિનું વિમોચન તેમજ આર્ટીફીશીયલ ઇન્ટેલીજન્સ-AI સોફ્ટવેરના ઉપયોગથી તૈયાર કરવામાં આવેલ પોડકાસ્ટનું અનાવરણ કરવામાં આવ્યું હતું