રાજ્યના નાગરિકો કેફી પદાર્થની હેરાફેરી, વેચાણ કે અન્ય શંકાસ્પદ પ્રવૃત્તિ અંગે કેફી પદાર્થ વિરોધી દળ – ANTFના વ્હોટ્સઍપ નંબર 99040 01908 પર માહિતી આપી શકશે. નાગરિકો નાર્કોટિક્સ હૅલ્પલાઈન નંબર 1908 પર પણ ફોન કરી શકે છે. આ અંગેની માહિતી આપનારા નાગરિકોના નામ અને વિગત ગુપ્ત રખાશે.
રાજ્ય પોલીસની યાદી મુજબ, આ માહિતી રાજ્યના યુવાધનને બચાવવામાં મોટું યોગદાન આપી શકે છે. કેફી પદાર્થની હેરાફેરી રોકવા, શૈક્ષણિક સંસ્થાઓમાં જાગૃતિ લાવવા અને નશાની લત છોડાવવા માટે કાર્યરત્ ANTF ગુજરાત પોલીસે આ નવી પહેલ શરૂ કરી.
Site Admin | જાન્યુઆરી 13, 2026 7:16 પી એમ(PM)
રાજ્યના નાગરિકો કેફી પદાર્થની હેરાફેરી કે વેચાણની માહિતી આપી શકે તે માટે પોલીસે મૉબાઈલ નંબર જાહેર કર્યો.