જૂન 24, 2025 7:07 પી એમ(PM)

printer

રાજ્યના દરેક ગામડાને હવે હાઈસ્પીડ ઇન્ટરનેટ સેવાનો લાભ મળશે. ભારત નૅટ પરિયોજનાના ત્રીજા તબક્કાનો શુભારંભ થશે

રાજ્યના દરેક ગામડાને હવે હાઈસ્પીડ ઇન્ટરનૅટ સેવાનો લાભ મળશે. રાજ્યમાં ઍમેન્ડેડ ભારતનૅટ પરિયાજનાના ત્રીજા તબક્કાનો શુભારંભ થશે. આ તબક્કા હેઠળ 14 હજાર 287 ગ્રામ પંચાયત અને ત્રણ હજાર 895 ગામને આધુનિક ડિજિટલ કનેક્ટિવિટી માળખા સાથે જોડાશે.
સત્તાવાર યાદી મુજબ, રાજ્યમાં ભારતનેટ ફેઝ-૩ની અમલીકરણ કામગીરી માટે ગાંધીનગર ખાતે રાજ્યના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ, ગુજરાત ફાયબર ગ્રિડ નૅટવર્ક લિમિટેડ, ભારત સરકારના ડિજિટલ ભારતનિધિ તેમજ ભારત સંચાર નિગમ લિમિટેડ વચ્ચે ચાર પક્ષીય કરાર થયા છે. સાથે જ રાજ્ય આધારિત મૉડેલમાં ભારતનેટના ત્રીજા તબક્કાના અમલીકરણ માટે મૅમોરેન્ડમ ઑફ કૉ-ઑપરેશન પર હસ્તાક્ષર કરનાર પણ ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે. હાલમાં ગુજરાત 95 ટકા નૅટવર્ક અપટાઈમ સાથે દેશમાં પ્રથમ સ્થાને છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.