રાષ્ટ્રીય દરિયાઈ શોધ અને બચાવ બોર્ડ મીટિંગ ગાંધીનગર સ્થિત ગિફ્ટ સિટીમાં યોજાઇ હતી.આ બોર્ડ મીટીંગમાં ભારતીય નૌકાદળ, ભારતીય વાયુસેના, શિપિંગ મહાનિર્દેશાલય, ભારતીય એરપોર્ટ ઓથોરિટી, ભારતીય હવામાન વિભાગ (IMD), ભારતીય રાષ્ટ્રીય મહાસાગર માહિતી સેવાઓ (INCOIS), રાજ્ય દરિયાઈ બોર્ડ, બંદર સત્તાવાળાઓ અને અન્ય કેન્દ્ર અને રાજ્ય સરકારી વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ તેમજ વેપારી મરીન, માછીમારી અને ઓફશોર ક્ષેત્રોના પ્રતિનિધિઓનો ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠક બાદ ગુજરાતના કોસ્ટ ગાર્ડના ડાયરેક્ટર જનરલ પરમેશ શિવમનીએ જણાવ્યુ કે, દરિયાઇ ક્ષેત્રમાંથી માદક પદાર્થ ગુજરાતના દરિયાઇ કાંઠે ન ઘૂસે તે માટે એટીએસ સાથે સંકલન સાધીને કોસ્ટગાર્ડ કામગીરી કરી રહ્યું છે.
Site Admin | નવેમ્બર 11, 2025 8:40 એ એમ (AM)
રાજ્યના દરિયાઇ કાંઠેથી માદક પદાર્થો ન ઘૂસે તે માટે કોસ્ટગાર્ડ અને એટીએસની બાજ નજર