જાન્યુઆરી 6, 2026 3:26 પી એમ(PM)

printer

રાજ્યના ત્રણ હજાર 691 નવનિયુક્ત આંગણવાડી કાર્યકર્તાઓની બે દિવસની તાલીમ સંપન્ન થઈ.

રાજ્યના ત્રણ હજાર 691 નવનિયુક્ત આંગણવાડી કાર્યકર્તાઓની બે દિવસની તાલીમ સંપન્ન થઈ. આ સાથે બાળકોના પાયાના શિક્ષણ અને પોષણને નવી ઊર્જા મળશે તેમ સત્તાવાર યાદીમાં જણાવાયું છે.
તાલીમમાં બાળકોના ભણતરમાં ગુણાત્મક બદલાવ પર વિશેષ ભાર અપાયો. હવે, કાર્યકરો આધુનિક શૈક્ષણિક પદ્ધતિઓ દ્વારા બાળકોને રમત-ગમત સાથે પાયાનું શિક્ષણ આપશે. તેમજ વિવિધ ઍપ્લિકેશન અને મૉડ્યુલના ઉપયોગથી બાળકોની પ્રગતિનું ટ્રૅકિંગ વધુ સચોટ બનશે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.