રાજ્યના તમામ જિલ્લામાં 79મા સ્વાતંત્ર્ય પર્વની ગૌરવભેર ઉજવણી કરવામાં આવી. નાણાંમંત્રી કનુ દેસાઇ નવસારીના બિલિમોરા ખાતે જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં ઉપસ્થિત રહ્યા. જ્યારે જામનગરમાં કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ, વલસાડમાં બલવંતસિંહ રાજપૂત અને રાજકોટના તરઘડી ખાતે ભાનુબેન બાબરીયાની ઉપસ્થિતિમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ગાંધીનગર રામકથા મેદાન ખાતે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં ઉપસ્થિત રહ્યા. મહેસાણામાં વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીની અધ્યક્ષતાના ઉજવણી કરવામાં આવી.
સ્વાતંત્ર્ય પર્વની કચ્છની જિલ્લાકક્ષાની ઉજવણી ભચાઉના SRPF ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવી હતી.
આ સિવાય અરવલ્લી, મોરબી કેન્દ્રશાસિત પ્રદેશ દીવ, અમરેલી, બનાસકાંઠામાં સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી.
Site Admin | ઓગસ્ટ 15, 2025 7:10 પી એમ(PM)
રાજ્યના તમામ જિલ્લામાં સ્વાતંત્ર્ય પર્વની ગૌરવભેર ઉજવણી.