ઓક્ટોબર 1, 2024 3:52 પી એમ(PM)

printer

રાજ્યના તમામ જિલ્લાઓમાં ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી માટે ખેડૂતો વિનામૂલ્યે ઓનલાઇન નોંધણી 3 ઓક્ટોબરથી 31 ઓકટોબર સુધી કરી શકશે

ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓમાં ખરીફ પાકો મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી માટે ખેડૂતોની વિનામૂલ્યે ઓનલાઇન નોંધણી 3 ઓક્ટોબરથી 31 ઓકટોબર સુધી કરી શકાશે. રાજકોટ જિલ્લાના ખેતીવાડી અધિકારીની યાદીમાં જણાવાયું છે કે, ગ્રામ્યકક્ષાએ ઈ-ગ્રામ કેન્દ્રો ખાતે વી.સી.ઇ. મારફતે નાફેડના ઈ-સમૃધ્ધિ પોર્ટલ પર નોંધણી કરવાની રહેશે.
સરકારે વર્ષ ૨૦૨૪-‘૨૫ માટે મગફળી માટે રૂ. ૧૩૫૬.૬૦ પ્રતિ મણ મગ માટે રૂ. ૧૭૩૬ પ્રતિ મણ, અડદ માટે રૂ. ૧૪૮૦ પ્રતિ મણ તથા સોયાબિન માટે રૂ. ૯૭૮.૪૦ પ્રતિ મણ ટેકાના ભાવ જાહેર કર્યા છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.