રાજ્યના તમામ કર્મચારી મહામંડળ દ્વારા રાજ્યમાં 300થી વધુ જગ્યાએ એક દિવસની મહા રક્તદાન શિબિર યોજાઈ.
તાપીના વ્યારા ખાતે જિલ્લા સંયુક્ત કર્મચારી સંઘ દ્વારા યોજાયેલી મહા રક્તદાન શિબિરમાં શિક્ષકો, મહેસૂલ અને પોલીસ વિભાગના કર્મચારીઓએ રક્તદાન કર્યું.
બનાસકાંઠામાં પાલનપુર, ડીસા, દાંતીવાડા, ધાનેરા, થરાદ, દિયોદર, અને કાંકરેજ ખાતે વિવિધ કર્મચારી મંડળ દ્વારા રક્તદાન શિબિર આયોજન કરાયું.
પાટણનાં સંયુક્ત કર્મચારી મોરચા દ્વારા ચાર તાલુકા સ્થળોએ યોજાયેલી રક્તદાન શિબિરમાં 2 હજાર 500થી વધુ રક્તદાતાઓએ નોધણી કરાવી.
નવસારીના ગણદેવીમાં 225 એકમ અને ચીખલીમાં 105 એકમ મળી કુલ 330 એકમ રક્તદાન થયું. વલસાડના અંતરીયા, ધરમપુર અને કપરાડા ખાતે પણ રક્તદાન શિબિર યોજાઇ.
Site Admin | સપ્ટેમ્બર 16, 2025 7:38 પી એમ(PM)
રાજ્યના તમામ કર્મચારી મહામંડળ દ્વારા 300થી વધુ જગ્યાએ આજે એક દિવસની મહા રક્તદાન શિબિર યોજાઈ.