નવેમ્બર 7, 2025 2:39 પી એમ(PM)

printer

રાજ્યના જાણીતા લોકસાહિત્યકાર, અને લોકકળાના રખેવાળ પદ્મશ્રી જોરાવરસિંહ જાદવનું આજે અવસાન થયું છે.

રાજ્યના જાણીતા લોકસાહિત્યકાર, અને લોકકળાના રખેવાળ પદ્મશ્રી જોરાવરસિંહ જાદવનું આજે અવસાન થયું છે. તેઓ 85 વર્ષના હતા. રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ એક સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી જાદવને શ્રદ્ધાંજલિ આપી છે.
અમદાવાદ જિલ્લાના ધંધૂકા તાલુકાના આકરુ ગામે જન્મેલા શ્રી જોરાવરસિંહ જાદવે લોકસાહિત્ય, લોકકળા અને લોકસંસ્કૃતિ પર 90થી વધુ પુસ્તકોનું લેખન અને સંપાદન કર્યું છે. લોક કળાના પ્રચાર પ્રસાર માટે તેમણે વર્ષ 1978માં ગુજરાત લોકકળા ફાઉન્ડેશનની સ્થાપના કરી હતી. આ ઉપરાંત, તેઓ રાષ્ટ્રીય સંગીત નાટક અકાદમીના ઉપાધ્યક્ષ પણ હતા. તેમના અવસાનથી ગુજરાતનાં લોક કળા અને સાહિત્ય ક્ષેત્રમાં શોકની લાગણી પ્રસરી છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.