રાજ્યના ગ્રામ્ય વિસ્તારોના મિલકતધારકોને રહેણાંકની મિલકતના હક્ક દર્શાવતી ‘સનદ’ વિનામૂલ્યે અપાશે. રાજ્ય સરકારે મિલકતધારક પાસેથી 200 રૂપિયાની મોજણી એટલે કે સરવે ફી લઈને અપાતી સનદ હવે ગ્રામીણ મિલકતધારકોને નિઃશુલ્ક આપવાનો નિર્ણય કર્યો છે.
‘સ્વામિત્વ’ યોજના અંતર્ગત ગ્રામીણ વિસ્તારોના મિલકતધારકોને પ્રોપર્ટી કાર્ડની નકલ ઉપરાંત ‘સનદ’ પણ વિનામૂલ્યે મળતા તેમને સનદ મેળવવાના નાણાંકીય ભારણથી મુક્તિ મળશે. આનાથી અંદાજે 25 લાખ લોકોને લાભ થશે.
Site Admin | જુલાઇ 21, 2025 2:26 પી એમ(PM)
રાજ્યના ગ્રામ્ય વિસ્તારોના મિલકતધારકોને રહેણાંકની મિલકતના હક્ક દર્શાવતી ‘સનદ’ વિનામૂલ્યે અપાશે.