રાજ્યના ગ્રામીણ વિસ્તારમાં બારે મહિના સારી સપાટી ધરાવતા ટકાઉ રસ્તા બનાવવા માટે રાજ્ય સરકારે અંદાજિત બે હજાર 600 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. તે અંતર્ગત તમામ જિલ્લામાં પંચાયત હસ્તકના અંદાજે ચાર હજાર 196 કિલોમીટરના એક હજાર 258 માર્ગનું સમારકામ સહિતનું કામ કરાશે.
આ રકમમાં ઉત્તર ગુજરાત વિસ્તારમાં એક હજાર 609 કિલોમીટરના 487 માર્ગ, દક્ષિણ ગુજરાત વિસ્તારમાં એક હજાર 528 કિલોમીટર લંબાઈના 499 માર્ગ અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં એક હજાર 59 કિલોમીટરના 272 ગ્રામીણ માર્ગનો સમાવેશ થાય છે.
Site Admin | સપ્ટેમ્બર 1, 2025 7:17 પી એમ(PM)
રાજ્યના ગ્રામીણ વિસ્તારોના માર્ગોનું બે હજાર 605 કરોડ રૂપિયાના ખર્ચે સમારકામ કરાશે.