ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ઓગસ્ટ 19, 2025 9:50 એ એમ (AM)

printer

રાજ્યના ખોરાક અને ઔષધ નિયમન વિભાગની ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરનાર વેપારીઓ પર કાર્યવાહી કરી દોઢ ટન જેટલા અખાદ્ય પદાર્થનો નાશ કર્યો

ધાર્મિક તહેવારો દરમિયાન રાજ્યના નાગરિકોને શુદ્ધ ખાદ્ય ચીજો મળી રહે તે માટે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ સતત કાર્યરત બન્યું છે.ભેળસેળ કરીને ખાદ્ય ચીજો વેચતા વેપારીઓ સામે લાલ આંખ કરી કડક કાર્યવાહી કરવામા આવી હતી. જેમાં રાજ્યના અલગ અલગ જિલ્લાઓ અને મહાનગરોના સરપ્રાઈઝ ચેકીંગમાં 2 હજારથી વધુ સેમ્પલો ચેક કરવામાં આવ્યા હતા અને શંકાસ્પદ 9 લાખ રૂપિયાનો 1.5 ટન ખાદ્ય ચીજો અને અન્ય મટીરીયલનો નાશ કરાયો હોવાનું ફૂડ એન્ડ ડ્રગ્સ કમિશનર એચ.જી. કોશિયાએ જણાવ્યું હતું.