ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

નવેમ્બર 4, 2024 7:30 પી એમ(PM)

printer

રાજ્યના ખેલાડી હરમીત દેસાઈએ આજે વેનેઝૂએલા ખાતે વિશ્વ ટેબલ ટેનિસ ફિડર કારાકાસ સ્પર્ધામાં 2 ખિતાબ જીત્યા

રાજ્યના ખેલાડી હરમીત દેસાઈએ આજે વેનેઝૂએલા ખાતે વિશ્વ ટેબલ ટેનિસ ફિડર કારાકાસ સ્પર્ધામાં 2 ખિતાબ જીત્યા છે. હરમીત દેસાઈએ પુરુષ સિંગલ્સ અને મિશ્ર ડબલ્સ બંનેમાં જીત મેળવી છે.

મિશ્ર ડબલ્સમાં હરમીત દેસાઈ અને તેમનાં જોડીદાર કૃત્વિકા રૉયે ક્યૂબાના જ્યૉર્જ કેમ્પૉસ અને ડેનિએલા ફૉન્સેકા કેરાઝાનાને 3—2થી હરાવ્યાં હતાં. આ પહેલા તેઓ ચીનના વાન્ગ કાઈબૉ અને લિયૂ શિનરાનને સીધા સેટમાં હરાવીને ફાઈનલમાં પહોંચ્યાં હતાં.

હરમીત દેસાઈએ પુરુષ સિંગલ્સમાં ફ્રાન્સના જૉ સેફ્રાઈડને 3—0થી હરાવ્યા હતા. આ પહેલા તેઓ પોર્ટુગલના જોઆઓ મૉન્ટોઈરોને હરાવીને ફાઈનલમાં પહોંચ્યા હતા.