ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

સપ્ટેમ્બર 26, 2025 7:11 પી એમ(PM)

printer

રાજ્યના ખેલાડી અનિકેત પટેલે કૉરિયામાં નવ-મી ઍશિયન સૉફ્ટ ટૅનિસ સ્પર્ધામાં બે કાંસ્ય ચંદ્રક જીત્યા.

રાજ્યના ખેલાડી અનિકેત પટેલે નવ-મી ઍશિયન સૉફ્ટ ટૅનિસ ચેમ્પિયનશીપમાં બે કાંસ્ય ચંદ્રક જીત્યા છે. તાજેતરમાં કૉરિયામાં યોજાયેલી આ સ્પર્ધામાં તેમણે પુરુષોની ટીમ ઇવેન્ટ અને મિશ્ર ટીમ ઇવેન્ટ બંનેમાં કાંસ્ય ચંદ્રક જીત્યા છે. આ ખેલાડી અગાઉ ઍશિયન ગેમ્સમાં રમી ચૂક્યા છે. સખત પરિશ્રમ, સરકારના સહયોગ અને પ્રોત્સાહન થકી ગુજરાતનું નામ વિશ્વમાં રોશન કરનારા આ ખેલાડીને તમામ લોકોએ અભિનંદન પાઠવ્યા છે.