ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

માર્ચ 21, 2025 9:35 એ એમ (AM)

printer

રાજ્યના ખેલાડીઓએ ગત બે વર્ષમાં રાષ્ટ્રીય કક્ષાએ 808 અને આંતર-રાષ્ટ્રીય કક્ષાએ 104 ચંદ્રક જીત્યા.

ગુજરાત વિધાનસભામાં ગઈકાલે રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગની માગણીઓ પસાર કરવામાં આવી. માગણીઓ પરની ચર્ચાનો જવાબ આપતા રમતગમત રાજ્યમંત્રી હર્ષ સઘવીએ ગૃહમાં જણાવ્યું કે, ‘રાજ્યના ખેલાડીઓએ ગત બે વર્ષમાં રાષ્ટ્રીય કક્ષાએ 808 અને આંતર-રાષ્ટ્રીય કક્ષાએ 104 ચંદ્રક જીત્યા છે.’ગુજરાત સૌથી વધુ રોકાણ લાવનારું રાજ્ય જ નહીં, સૌથી વધુ રાષ્ટ્રીય અને આંતર-રાષ્ટ્રીય રમત આયોજિત કરનાર રાજ્ય પણ છે તેમ શ્રી સંઘવીએ ઉમેર્યું હતું. તેમણે કહ્યું, ‘ઑલિમ્પિકની તૈયારીના ભાગરૂપે ગુજરાત અને ખાસ કરીને અમદાવાદનો એક રમતગમત કેન્દ્ર તરીકે વિકાસ થાય તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. શ્રી સંઘવીએ ગયા વર્ષની સાપેક્ષે 250 કરોડ રૂપિયા અંદાજપત્ર ફાળવવા બદલ પણ સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.