ટેકાના ભાવ કરતા કપાસનો બજાર ભાવ ઓછો હોવાથી રાજ્યના મહત્તમ ખેડૂતો પાસેથી ટેકાના ભાવે કપાસની ખરીદી કરવા રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલે કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા(CCI)ને અનુરોધ કર્યો છે.ટેકાના ભાવે કપાસની ખરીદી સંદર્ભે કૃષિ મંત્રી રાઘવજી પટેલે ગાંધીનગર ખાતે અધિકારીઓ સાથે બેઠક યોજી હતી..ભારત સરકારે કપાસ માટે ૮ હજાર ૬૦ પ્રતિ કિવન્ટલ ટેકાનો ભાવ જાહેર કર્યો છે.જોકે રાજ્યના ગુજરાતના ખેડૂતોના હિતાર્થે કૃષિ મંત્રીએ CCIને વિવિધ સૂચનો પણ કર્યા હતાં જેમાં વધુમાં વધુ ખેડૂતો ખરીદીનો લાભ લઇ શકે તે માટે જરૂર જણાયે નોંધણીની સમયમર્યાદા વધારવી અને કપાસની ટેકાના ભાવે ખરીદી સમયે દરેક તાલુકા દીઠ ઓછામાં ઓછા બે ખરીદ કેન્દ્રો રાખવા સૂચનાનો સમાવેશ થાય છે..
Site Admin | ઓક્ટોબર 8, 2025 9:43 એ એમ (AM)
રાજ્યના ખેડૂતો પાસેથી ટેકાના ભાવે કપાસની ખરીદી કરવા કૃષિમંત્રીનો કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયાને અનુરોધ