રાજ્યના ખેડૂતોને સ્માર્ટ ફૉનની ખરીદી પર સહાય આપવાની પહેલ કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે. ગુજરાત વિધાનસભામાં આ અંગે માહિતી આપતા કૃષિમંત્રી રાઘવજી પટેલે કહ્યું, ગત બે વર્ષમાં ખેડા જિલ્લાના બે હજાર 246 ખેડૂત લાભાર્થીઓને સ્માર્ટફૉન સહાય યોજના અંતર્ગત એક કરોડ રૂપિયાથી વધુની સહાય આપવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, ખેડૂતો હવામાન અને વરસાદની આગાહી, સંભવિત રોગ-જીવાત ઉપદ્રવ અને તેના નિયંત્રણ માટેની માહિતી, પ્રકાશનો, નવીનતમ ખેતપદ્ધતિ તેમ જ સરકારની ખેતીલક્ષી યોજનાઓની માહિતી ફોનના માધ્યમથી સરળતાથી મેળવી શકે તે હેતુથી આ યોજના અમલમાં આવી છે.
Site Admin | માર્ચ 12, 2025 2:40 પી એમ(PM)
રાજ્યના ખેડૂતોને સ્માર્ટ ફૉનની ખરીદી પર સહાય આપવાની પહેલ કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બન્યું